facilities

Knowledge Center

Knowledge Center માં વિવિધ વિષયોના મોડેલ્સ, ચાર્ટ્સ જેવા પ્રત્યક્ષ નમૂનાઓનું સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી વિદ્યાર્થીઓ પોતાના વિષયોના સિધ્ધાંતો,સૂત્રો,વ્યાકરણના નિયમોને દ્રઢ કરી શકે.

A.C સુવિધા સાથેના સ્માર્ટ ક્લાસ

સ્માર્ટ ક્લાસરૂમ એ એજ્યુકેશન ટેકનોલોજી-અપગ્રેટેડ ક્લાસરૂમ છે. 
જે ઓડિયો, વિડિયો, એનિમેશન, ઇમેજ, મલ્ટીમીડિયા વગેરેનો સમાવેશ કરીને શિક્ષકો અને વિદ્યાર્થીઓ
બંને માટે અધ્યયન અને અધ્યાપનની પ્રક્રિયાને રસપ્રદ બનાવે છે.
દરેક ઋતુ અને વાતાવરણમાં
તાપમાન અને ભેજમાં થતા પરિવર્તન સાથે વિદ્યાર્થીઓ અનુકૂલન સાધી શકે
તે હેતુથી દરેક વર્ગખંડમાં A.C ની સુવિધા રાખવામાં આવેલ છે.
જેથી વિદ્યાર્થીઓ માટે માત્ર વર્ગખંડ જ આરામદાયક બને એટલું જ નહીં પણ વિદ્યાર્થીઓની એકાગ્રતા
અને શીખવાના પરિણામોમાં પણ સુધારો થશે.

યોગ, કરાટે અને સ્કેટિંગના વર્ગો

યોગાસન સ્પર્ધા માટે એક્સ્ટ્રા ક્લાસ દરમ્યાન રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાના તૈયાર થતાં ખેલાડીઓ.

કમ્પ્યુટર લેબ

 ધોરણ 1 થી 8 ના વિધાર્થીઓ માટે વિધાર્થીઓની વયકક્ષાને અનુરૂપ વિવિધ કમ્પ્યૂટર પ્રોગ્રામો દ્વારા શિક્ષણકાર્ય કરાવવામાં આવે છે.

ફાયર સેફટીની સુવિધાઓ

સરકારના નિયમો અનુસાર ફાયર સેફટીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.

તબીબી તપાસ

ધોરણ 1 થી 8 ના દરેક વિધાર્થીઓની દર વર્ષે તબીબી તપાસ કરી જરૂરિયાત મુજબ સારવાર પણ આપવામાં આવે છે.

ભરતનાટ્યમના વર્ગો

વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે કલાક્ષેત્રે અને ઈતર પ્રવૃત્તિઓ તેમજ પોતાના રસના વિષયમાં આગળ વધી શકે તે હેતુથી શાળા સમય બાદ શાળા કેમ્પસમાં ભરતનાટ્યમના વર્ગો ચલાવવામાં આવે છે.

CCTV Camera

શાળામાં વર્ગખંડોમાં, લોબીમાં તથા મેદાનમાં દરવાજા તરફની આવન જાવનની દેખરેખ રાખી શકાય તે માટે CCTV Camera ગોઠવવામાં આવ્યા છે.વર્ગખંડના શિક્ષણ કાર્યને ખલેલ પહોચાડ્યા વગર વર્ગખંડની અધ્યયન - અધ્યાપન પ્રક્રિયાની સાચી વાસ્તવિક્તા જાણી શકાય છે.

First Aid Facility

શાળામાં પ્રાથમિક સારવાર માટે જરૂરી દવાઓ,સાધનોની કીટ રાખવામાં આવી છે. વિદ્યાર્થીઓને રમતના મેદાનમાં રમત કે કસરત કરતી વખતે નાની મોટી ઈજાઓ થાય તો પ્રાથમિક સારવાર અત્યંત જરૂરી છે.

Flat Panel Board

Flat Panel board શિક્ષણકાર્યમાં ખૂબ જ ઉપયોગી છે. આ પેનલ દ્વારા શિક્ષકો ખૂબ ઉત્સાહપૂર્વક અધ્યાપન કાર્ય કરે છે. તેમજ વિદ્યાર્થીઓને પણ નવિન પધ્ધતિ દ્વારા અધ્યયન કરવામાં ખૂબ મજા આવે છે. શિક્ષણકાર્ય રસપ્રદ બને છે.

R.O. Water Plant

શાળામાં વિદ્યાર્થીઓને પીવાનું શુધ્ધ પાણી મળી રહે તે માટે RO Water Plant ની વ્યવસ્થા છે.